કતારમાં કોઈ મંત્રણા યોજાવાની નથી અમેરિકનોને જવું હોય તો જાય: ઈરાન
કતારમાં કોઈ મંત્રણા યોજાવાની નથી અમેરિકનોને જવું હોય તો જાય: ઈરાન
Published on: 30th June, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો થવાનો દાવો કર્યો હતો, પરંતુ ઈરાને તેને નકારી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રતિનિધિમંડળ અન્ય કામ માટે કતાર જઈ રહ્યું છે અને અમેરિકી પ્રતિનિધિઓ સાથે કોઈ બેઠક નહીં થાય. ઈરાને કહ્યું કે વિશ્વાસ સ્થાપિત થયા વગર અને જપ્ત સંપત્તિ પર કાર્યવાહી થયા વગર ઔપચારિક ચર્ચા શક્ય નથી. બીજી તરફ, વ્હાઇટ હાઉસે દોહામાં શાંતિ સંબંધિત રાજદ્વારી પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું છે.