સાઉદીનો યમન પર જડબાતોડ જવાબ
સાઉદીનો યમન પર જડબાતોડ જવાબ
Published on: 09th September, 2026

યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિત સેના વચ્ચેનો સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. સાઉદી અરબ પર હૂતીઓના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ, સાઉદી સમર્થિત સેનાએ યમનના 4 રાજ્યોમાં 32 હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો છે. આ હુમલાઓમાં તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સાથે જમીની અથડામણો પણ વધી છે, જેમાં સરકારી દળોએ કેટલાક વિસ્તારો પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. આ વધતા સંઘર્ષથી સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધવાની અને વૈશ્વિક વેપાર માર્ગો પર અસર થવાની આશંકા છે.