અમેરિકા, ઇઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોની જર્મનીમાં ગુપ્ત બેઠક
અમેરિકા, ઇઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોની જર્મનીમાં ગુપ્ત બેઠક
Published on: 16th September, 2026

જર્મનીમાં યોજાયેલી એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગુપ્ત બેઠકમાં અમેરિકા, ઇઝરાયલ અને 8 અરબ દેશોના સૈન્ય પ્રમુખોએ ભાગ લીધો હતો. ઈરાન સાથેના વધતા તણાવ અને હૂથી હુમલાઓના જોખમને ધ્યાનમાં રાખીને આ મિટિંગનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં મધ્ય પૂર્વમાં સુરક્ષા સહયોગ વધારવા અને વર્તમાન કટોકટી અંગે ચર્ચા કરવામાં આવી. અમેરિકાના સેન્ટકૉમ કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપર દ્વારા આયોજિત આ બેઠકમાં ઇઝરાયલ, સાઉદી અરેબિયા, UAE, બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઇજિપ્તના ટોચના કમાન્ડરો સામેલ થયા. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તે મધ્ય પૂર્વમાંથી પોતાની સેના હટાવશે નહીં.