હોર્મુઝ જળમાર્ગ પર ફરી સફર શરૂ, 48 લાખ બેરલ ઈરાની ક્રૂડ લઈ 3 ટેન્કર નીકળ્યા
હોર્મુઝ જળમાર્ગ પર ફરી સફર શરૂ, 48 લાખ બેરલ ઈરાની ક્રૂડ લઈ 3 ટેન્કર નીકળ્યા
Published on: 17th June, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી પ્રાથમિક સમજૂતી બાદ, અમેરિકી નૌકાદળની કડક નાકાબંધી હટી ગઈ છે. આ સાથે, ઈરાને તેની તેલ નિકાસ ફરી શરૂ કરી દીધી છે. સેટેલાઇટ તસવીરો અને શિપિંગ ડેટા અનુસાર, ઈરાનના ત્રણ મોટા ક્રૂડ ઓઇલ ટેન્કરો સ્ટ્રેઈટસ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળી ગયા છે, જે 48 લાખ બેરલ ઈરાની ક્રૂડ લઈ જઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ એક મહત્વપૂર્ણ વિકાસ છે.