૬૦ વર્ષ પહેલાં કૂવા-વાવથી ધબકતું ભુજ, નક્ષત્રો જોઈ થતો જળ સંગ્રહ
૬૦ વર્ષ પહેલાં કૂવા-વાવથી ધબકતું ભુજ, નક્ષત્રો જોઈ થતો જળ સંગ્રહ
Published on: 20th July, 2026

૪૭૫ વર્ષ જૂની ભુજની મોટી પોશાળ જાગીરની વાવ તત્કાલીન એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જ્યાંથી ૬૦ વર્ષ પહેલાં ભુજના નાગરિકો પાણી મેળવતા હતા. આધુનિક યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ હવે આ ઐતિહાસિક વાવની સંરચના અને પાણીની ગુણવત્તા પર રિસર્ચ કરવા આવી રહ્યા છે. ઇતિહાસકાર પ્રવીણ મેરજી ગોરજી જણાવે છે કે, ૬૦ વર્ષ પહેલાં ભુજના દરેક વોર્ડમાં પીવાના પાણીના કૂવા હતા અને લોકો નક્ષત્રોના આધારે જળ સંગ્રહ જાણતા હતા. આર્દ્રા અને રેવતી નક્ષત્ર વરસાદના આગમન અને વિદાયના સૂચક હતા. પૂર્વજોએ કૂવા, વાવ અને તળાવો બનાવી પાણીની કિંમત સમજાવી છે.