અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
અમદાવાદના દધીચી બ્રિજ પર એક યુવકે નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને તેનો જીવ બચાવ્યો. ઘટનાની જાણ પોલીસને કરાતા યુવકને કાઉન્સેલિંગ માટે સોંપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ અને પત્ની અલગ થઈ જવાથી માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે GCAS એડમિશન મુદ્દે ચાલી રહેલા કાનૂની વિવાદથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. માઇનોરિટી સંસ્થા હોવાના અધિકાર હેઠળ કોલેજે અલગ પ્રવેશ પ્રક્રિયા અપનાવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેસ પેન્ડિંગ હોવાથી મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને એડમિશન પ્રક્રિયા અટકી ગઈ છે. વિદ્યાર્થીઓ વર્ષ બગડવાની ભીતિમાં છે. હવે કોર્ટના ઝડપી નિર્ણય અને વચગાળાની સ્પષ્ટ વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં GCAS એડમિશન વિવાદ
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
મહારાષ્ટ્રમાં TET પરીક્ષાના 24 કલાક પહેલા પ્રશ્નપત્ર લીક થતાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, જે સરકાર પરીક્ષાઓ પણ યોગ્ય રીતે કરાવી શકતી નથી, તેણે સત્તા છોડી દેવી જોઈએ. કોંગ્રેસે આ ઘટનાને વહીવટી નિષ્ફળતા ગણાવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે પરીક્ષા સ્થગિત કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ કૌભાંડમાં મોટા માથાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી કમર્શિયલ કાકડી ખેતી પ્રોજેક્ટ માટે પોતાના જ મંત્રાલય હેઠળની યોજનામાંથી ₹99.03 લાખની સબસિડી મેળવી વિવાદમાં આવ્યા છે. વિપક્ષે 'ભ્રષ્ટાચાર'નો આરોપ લગાવ્યો છે. મંત્રી ચૌધરીએ કહ્યું કે તેઓ બાળપણથી ખેડૂત છે અને 2018માં (મંત્રી બન્યા પહેલા) જ અરજી કરી હતી. તેમણે તમામ વિગતો જાહેર કરી છે અને કહ્યું કે દેશભરમાં હજારો ખેડૂતો આવી સબસિડી લે છે. તેઓ આ ફાર્મનો ઉપયોગ ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે કરે છે.
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
યુરોપમાં અત્યારે સદીની સૌથી ભયાનક હિટવેવ ચાલી રહી છે. ફ્રાન્સમાં ગરમીથી 4 બાળકોના મોત થયા છે, જ્યારે નદી-તળાવોમાં નહાવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે. યુરોપના 850 મોટા શહેરોમાંથી અડધાથી વધુ શહેરો 'હીટ સ્ટ્રેસ' નો સામનો કરી રહ્યા છે. બ્રિટન અને પેરિસમાં તાપમાન રેકોર્ડતોડ રહ્યું છે. ગરમીથી પાવર ગ્રીડ ખોરવાઈ શકે છે અને જર્મનીમાં હાઈવેના રોડ ફાટી ગયા છે. આ ભીષણ હિટવેવ ગ્લોબલ વોર્મિંગ સામે ગંભીર ચેતવણી આપી રહી છે.
યુરોપમાં ભીષણ હિટવેવ: 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંભવિત ઉત્તરાધિકારી અને પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવના 73 વર્ષની વયે થયેલા અવસાનને લઈને રહસ્યો ઘેરાઈ રહ્યા છે. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ ભવન) દ્વારા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર ન કરતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 'સોવિયેત જેમ્સ બોન્ડ' તરીકે જાણીતા ઈવાનોવ, પુતિનના KGB સમયના ગાઢ મિત્ર હતા. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સખત નજર માટે પ્રખ્યાત, તેઓ 'The Matrix' ના Agent Smith જેવા દેખાતા હતા. તેમનું કરિયર પુતિન સાથેની દોસ્તીને કારણે ઝડપથી આગળ વધ્યું હતું.
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
અમદાવાદ શહેરના લોકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓ સામે સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ હેઠળ, 154 હોટલો અને 62 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ગંભીર બેદરકારી દાખવનાર 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ભારે વરસાદ અને કાદવ-કીચડ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ અદ્ભુત ફરજનિષ્ઠા દાખવી છે. એક દર્દીની ગંભીર સ્થિતિમાં, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહીં. આથી, 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ દર્દીને ઝોળીમાં ઉપાડીને કાદવવાળા રસ્તા પર ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડ્યા. સમયસર હોસ્પિટલ પહોંચાડવાથી દર્દીનો જીવ બચી ગયો, અને તેમની આ માનવતાવાદી કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
વરસાદ-કાદવમાં ઝોળી કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાન દ્વારા વ્યાપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જવાબી સૈન્ય કાર્યવાહી કરી મિડલ ઈસ્ટમાં તણાવ વધાર્યો છે. યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને ચેતવણી આપી કે, "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ઈરાનના આ કૃત્યને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણી અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના પગલાને 'મૂર્ખામીભર્યું' ગણાવ્યું. ઈરાને વળતા પ્રહારનો દાવો કર્યો છે.
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
રાજકોટ-જેતપુર હાઈવે પર કામ અધૂરું અને રસ્તા બિસ્માર હોવા છતાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પાટણના કોંગ્રેસ MLA ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્રજા સાથેની ખુલ્લી લૂંટ ગણાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. હાઈવે પર પુલોના કામ અધૂરા અને જોખમી ડાયવર્ઝનથી લોકો પરેશાન છે. સુવિધા વિના ટોલ વસૂલાતની પરવાનગી કોણે આપી તેવો સવાલ ઉઠાવી, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવાની માંગ કરી છે.
રાજકોટ-જેતપુર હાઈવે પર અધૂરું કામ, તોય ટોલ ટેક્સ કેમ?
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી રાહુલ અને રોહન ખાચરની આગોતરા જામીન અરજી ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે બંનેના નામ એફઆઈઆરમાં સ્પષ્ટ છે અને દારૂની હેરાફેરીમાં તેમની સંડોવણીની પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસ ચાલુ હોવાથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું માનવામાં આવ્યું. અગાઉ સમા પોલીસે દરોડામાં રૂ.1.63 લાખની કિંમતની 582 દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં ઝડપાયેલા આરોપીએ બંનેના નામ કબૂલ્યા હતા.
દારૂના ગુનામાં સંડોવાયેલા બે ભાઈઓની આગોતરા જામીન અરજી નામંજૂર
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે એક પાંચ વર્ષીય વિદ્યાર્થિની પર શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીને ધમકી પણ આપી હતી કે તે આ વિશે કોઈને કહે નહીં. બાળકીના વાલીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સફાઈ કામદારની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. બોપલ પોલીસ મથકે POCSO એક્ટ અને BNS હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા 5 વર્ષની બાળકી પર અડપલાં
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વેપાર સંબંધોને નવી ગતિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ પણ પ્રવાસની તૈયારીઓ અને લાંબા સમયથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારત આવશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેરિફ સંબંધિત કરારોને વેગ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ સાથે, સમાન નાગરિક સંહિતા (UCC) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પણ લાગુ કરવામાં આવશે. અધિકારીએ સરહદ પારથી થતી ઘૂસણખોરીને રાજ્યની વસ્તી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. બીજી તરફ, TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આ પગલાંને કટોકટી સાથે સરખાવીને સરકાર પર વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
રાજકોટના કુવાડવા રોડ પર એક સગીર દ્વારા કાર ચલાવવામાં આવતા 4 વર્ષની બાળકી જીયાંશીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતમાં અન્ય એક બાળકી વૈશાલીને પણ ઈજા પહોંચી હતી. ચામુંડા સોસાયટીના મેદાનમાં રમતી વખતે આ ઘટના બની હતી. કારની ચાવી બેદરકારીપૂર્વક સગીરને આપનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બી.ડિવિઝન પોલીસે આ મામલે સગીર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સગીરને કાર ચલાવવા આપી, 4 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક મોડી રાત્રે કારમાં પસાર થઈ રહેલા ગારમેન્ટ વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર બાઈક સવાર બે અજાણ્યા શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું. ગોળી તેમના ખભામાં વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને CCTV ફૂટેજ તેમજ ટેક્નિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. અંગત અદાવત કે અન્ય કારણોની તપાસ માટે પોલીસ ટીમો કામે લાગી છે.
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ પર એક અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે 10 લાખની માંગણી કરવાનો આરોપ છે. રકઝકના અંતે 5 લાખની રકમ નક્કી થઇ હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નડિયાદ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ACBએ શીલજ બીટની સાયબર ક્રાઇમ ઓફિસમાં છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇને 5 લાખ રોકડા લેતા ઝડપી પાડ્યા. મહિલા PSI પી જે ચૌધરી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. અન્ય એક કિસ્સામાં, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI શશિકાંત જાદવ પણ લાંચ લેતા ઝડપાયા.
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયાં
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને સ્કૂલો ખુલતા જ સરકારે રાજ્યની તમામ સ્કૂલો માટે Safety Guidelines જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ, ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોએ હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. વરસાદ પહેલા સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરીંગ, દિવાલ, છતનું સમારકામ, વોટર સ્પાઉટ સફાઈ, પાણી ભરાતી જગ્યાઓની સફાઈ, MCB-LCB કાર્યરત કરવા જેવા તમામ કામ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ અને સ્થાનિક આપત્તિ સેવાઓના નંબર નોટિસ બોર્ડ પર લખવા પણ તાકીદ કરાઈ છે.
ચોમાસા માટે સ્કૂલો માટે સરકારની નવી ગાઈડલાઈન
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂને તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. 27 જૂને સવારે 11 વાગ્યે મહાત્મા મંદિરમાં ભારતની પ્રથમ ડ્રાઇવર-માલિકીની સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો શુભારંભ કરશે. ત્યારબાદ DISHA બેઠક અને અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અભિયાનની સમીક્ષા કરશે. સાંજે રાણીપમાં લોકદરબાર યોજાશે. 28 જૂને બુથ પ્રમુખો સાથે ચિંતન શિબિર યોજાશે અને અંતે 'PM Family Care Tracker'નું લોકાર્પણ કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે લેન્ડ જિહાદ, લવ જિહાદ અને બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદા લાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી સંસ્કૃતિ કે સુરક્ષા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ ઘૂસણખોરોને ઓળખી દેશનિકાલ કરાશે. આ જાહેરાત તેમણે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા પર કોલકાતામાં આયોજિત કાર્યક્રમમાં કરી.
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
રાજકોટ મનપા દ્વારા ચોમાસા પૂર્વે 44 વોકળાની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. દિવ્યભાસ્કર દ્વારા કરાયેલા સર્વેમાં મોટાભાગના વોકળામાં ગંદકીના ઢગલા જોવા મળ્યા, કેટલાક અડધા બંધ હતા અને અમુકમાં તો સમારકામ પણ અધૂરું હતું. મેયરના આદેશો છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી. કોંગ્રેસે પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આ નિષ્ફળતા આગામી ભારે વરસાદમાં RMCની પોલ ખોલશે.
લાખો ખર્ચે વોકળા સફાઈનો ભ્રષ્ટાચાર: ચોમાસા પૂર્વે RMCના મોટા દાવા પોકળ
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
વાહન ઉત્પાદકોના સંગઠન સિયામે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જણાવ્યું છે કે હાલના બેટરી રિસાયક્લિંગ નિયમોના કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં 3થી 5 ટકા વધારો થઈ શકે છે, જે ઈવી વેચાણને અસર કરશે. સિયામના જણાવ્યા મુજબ, લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીનું આયુષ્ય લાંબું હોવાથી વર્તમાન રિસાયક્લિંગ લક્ષ્યો વ્યવહારુ નથી. સંસ્થાએ નિયમોમાં સરળતા લાવવાની માંગ સાથે જણાવ્યું કે હાલના નિયમોથી ઉત્પાદકો પર વધારાનો આર્થિક બોજ પડશે.
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
લતીફ ગેંગનો શાર્પ શૂટર મહમ્મદ તસ્લીમ, જે રાધિકા જીમખાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પેરોલ પર છૂટીને પરિવાર સાથે રહેવા ભાગી ગયો હતો. 24 વર્ષ જેલમાં રહ્યા બાદ, 2020માં મળેલી પેરોલનો દુરુપયોગ કરીને તે ઉદયપુર પહોંચી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6 વર્ષ બાદ તેને ઉદયપુરમાંથી ઝડપી પાડ્યો, જ્યાં તે અલગ નામથી પરિવાર સાથે રહેતો હતો. પોલીસે તેને પકડીને ફરી જેલ ભેગો કર્યો છે.
લતીફ ગેંગનો શાર્પ શૂટર જેલમાંથી ફરાર
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવરથી ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદેલા મોટા ખાડાઓને સુરક્ષા વિના ખુલ્લા છોડી દેવાયા છે. નિયમો મુજબ જરૂરી બેરિકેડ કે ચેતવણી બોર્ડ નથી. મુખ્ય માર્ગ પર રાત્રે અંધારામાં વાહનચાલકો ખાડામાં પડી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખુલ્લા ખાડા, લોકોમાં ભારે રોષ અને સુરક્ષાની ચિંતા
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા. આ બાબતે કોર્ટ મેટર ચાલતી હતી. કોમ્પ્લેક્સના માલિકે સિવિલ જજની કોર્ટમાં અરજી કરતાં તાત્કાલિક સુનાવણી યોજાઈ અને વાઘોડિયા નગર પાલિકા દ્વારા ગટર કનેક્શન ફરીથી જોડી આપવામાં આવ્યું. જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન હતા.
વડોદરાના વાઘોડિયાના કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના ગટર જોડાણ ફરીથી જોડાયા
છોટાઉદેપુરના નસવાડી શાળામાં 'BackToSchool' હેઠળ વિદ્યાર્થીઓનો ભવ્ય પુનઃપ્રવેશ અને સન્માન
નસવાડી સ્થિત એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે 'BackToSchool' અભિયાન હેઠળ ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે એક પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા તેમજ અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓનું સન્માન કરાયું અને ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને શાળાકિટ, પાઠયપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું. ઉપરાંત, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા.
છોટાઉદેપુરના નસવાડી શાળામાં 'BackToSchool' હેઠળ વિદ્યાર્થીઓનો ભવ્ય પુનઃપ્રવેશ અને સન્માન
છોટાઉદેપુરના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રીજનલ કમિશનર ઓફ્ મ્યુન્સિપાલિટી ગાંધીનગરના બી એમ પટેલ IAS અને છોટાઉદેપુર ચીફ્ ઓફ્સિર ભાવિક બરજોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્યા ઉષાબેન સોલંકીના નેતૃત્વ હેઠળ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
છોટાઉદેપુરના નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું.
હિંમતનગરના ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રવેશોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી.
ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના નવા બાળકોના પ્રવેશ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી, CRC આકાશભાઈ પટેલ, ન.પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા શાળાના વિકાસ કાર્યો માટે ઉદાર દાન પણ આપવામાં આવ્યું, જે શૈક્ષણિક પ્રગતિને વેગ આપશે.
હિંમતનગરના ખેડબ્રહ્મા તાલુકા શાળામાં પ્રવેશોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી.
પંચમહાલની ડેરોલ ગામ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી
કાલોલ તાલુકાની ડેરોલગામ પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી દેવાંગભાઈ ડી પરમાર, લાયઝન અધિકારી કલ્પેશભાઈ માછી, ડેરોલ સરપંચ કપિલાબેન, આર એન્ડ બી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એ.કે પટેલ, ટ્રસ્ટીઓ, તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ, દાતા દામુભાઈ તલાટી, એસએમસી અધ્યક્ષ અને સભ્યો, તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 6ના બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો.
પંચમહાલની ડેરોલ ગામ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના જાપ, ધ્યાન અને પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે દીપ યજ્ઞ સાથે સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.