તમિલનાડુમાં ભાજપને ઝટકો? કે.અન્નામલાઈ નવી પાર્ટી બનાવી શકે તેવી અટકળો.
તમિલનાડુમાં ભાજપને ઝટકો? કે.અન્નામલાઈ નવી પાર્ટી બનાવી શકે તેવી અટકળો.
Published on: 01st June, 2026

તમિલનાડુમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ નવી પાર્ટી બનાવી શકે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દાવો કરી રહ્યા છે કે, તેઓ નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરવાના છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવી અફવા ઉડી હતી. હાલમાં, અન્નામલાઈના સમર્થકો પાર્ટીના સંભવિત નામ અને ઝંડા માટે ડિઝાઈનના સૂચનો માંગી રહ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, તેઓ રાજકારણમાં નવી ઓળખ સ્થાપિત કરવા વિચારી રહ્યા છે.