સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ
સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ
Published on: 01st June, 2026

1 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા એક સામટો આદેશ બહાર પાડીને જિલ્લાના 96 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની બદલી અને નવી નિમણૂંક કરવામાં આવી છે. આ આદેશ અનુસાર તમામ કર્મચારીઓને કોઈપણ પ્રકારનો જોઈનિંગ ટાઈમ ભોગવ્યા વિના તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીઓમાં ખાસ કરીને મહેસૂલ, જમીન, લેન્ડ ગ્રેબિંગ અને પુરવઠા શાખાના અધિકારીઓનો સમાવેશ થાય છે.