બંગાળના નવા CM: નિર્ણય BJP વિધાયક દળની બેઠકમાં લેવાશે
બંગાળના નવા CM: નિર્ણય BJP વિધાયક દળની બેઠકમાં લેવાશે
Published on: 08th May, 2026

બંગાળમાં BJPની ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રીના ચહેરા પર સૌની નજર છે. 8 મેના રોજ કોલકાતામાં યોજાનારી BJP વિધાયક દળની બેઠકમાં નવા CMના નામની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિરીક્ષક તરીકે હાજર રહેશે. શુભેંદુ અધિકારી, દિલીપ ઘોષ, સમિક ભટ્ટાચાર્ય અને અગ્નિમિત્રા પોલ જેવા નામોની ચર્ચા મુખ્યમંત્રી પદ માટે થઈ રહી છે.