વડોદરાના માંજલપુરમાં મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
વડોદરાના માંજલપુરમાં મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Published on: 07th September, 2026

ગુજરાત અને દેશમાં વધતી મોંઘવારી સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંજલપુરના ઈવા મોલ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, ખાંડ, ખાદ્યતેલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. 'મોંઘવારી હટાવો', 'પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો' જેવા સૂત્રોચ્ચાર થયા. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે ભાજપ શાસનમાં સામાન્ય માણસ માટે જીવન મુશ્કેલ બન્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી ઘટાડવા અસરકારક પગલાં લેવાની માગ કરાઈ છે.