મહેસૂલી પ્રશ્નોના નિરાકરણ માટે કર્મચારીઓ 3 ઓક્ટોબરે કાળીપટ્ટી ધારણ કરશે
મહેસૂલી પ્રશ્નોના નિરાકરણ માટે કર્મચારીઓ 3 ઓક્ટોબરે કાળીપટ્ટી ધારણ કરશે
Published on: 02nd October, 2026

સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માગણી સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. સરકારી સ્તરે રજૂ કરાયેલા સેવા વિષયક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં કર્મચારીઓમાં રોષ છે. કાર્યક્રમ મુજબ, 1 ઓક્ટોબરે આવેદનપત્ર અપાયું, 3 ઓક્ટોબરે કર્મચારીઓ WhatsApp ગ્રુપ છોડી કાળીપટ્ટી ધારણ કરશે. 5મીએ માસ સીએલ અને 7મીથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થશે. બઢતી, બદલી, સિનિયોરિટી યાદી અને તલાટીઓના જોબચાર્ટ અંગે વારંવાર રજૂઆતો છતાં માત્ર આશ્વાસનો મળ્યા હોવાનું પ્રમુખે જણાવ્યું.