ગુજરાત ચોમાસુ સત્રમાં સરકાર 8 મહત્વપૂર્ણ બીલ રજૂ કરશે
ગુજરાત ચોમાસુ સત્રમાં સરકાર 8 મહત્વપૂર્ણ બીલ રજૂ કરશે
Published on: 04th September, 2026

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે 3 દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં સુધારા અને નવા નિયમો લાવવા માટે 8 મહત્વપૂર્ણ બીલ ગૃહમાં રજૂ કરશે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક' ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. ઉપરાંત, મહેસૂલ, શિક્ષણ, પશુધન આહાર, અને પ્રાકૃતિક ખેતીને લગતા બીલ પણ રજૂ થશે. આ બીલનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવાનો અને પ્રજાલક્ષી નીતિઓને સરળ બનાવવાનો છે.