ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આરંભ
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આરંભ
Published on: 09th September, 2026

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ બાદ કાર્યવાહી મુલતવી રહેશે. બાકીના બે દિવસમાં, બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા સહિત કુલ 8 વિધેયકો પર ચર્ચા થશે. આ સત્રમાં લગભગ 12 કલાક માટે ત્રણ તબક્કામાં કાર્યવાહી ચાલશે. ધારાસભ્યોને પ્રજાના પ્રશ્નો અને સરકારી ખામીઓ ઉજાગર કરવા માટે પ્રશ્નકાળ મળશે. ઓછા વરસાદના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવા રણનીતિ બનાવી છે.