CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Published on: 09th September, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી સ્થિતિ અને આગામી વિધાનસભા ચોમાસા સત્રની તૈયારીઓની સમીક્ષા આ બેઠકનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત, ગૃહમાં રજૂ થનારા મહત્વપૂર્ણ સરકારી વિધેયકો (બિલો) અને નીતિવિષયક નિર્ણયોની પ્રગતિ અંગે પણ ચર્ચા થશે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જળાશયોના જળસ્તર અંગે અહેવાલ લેવાશે અને નાગરિકોને પીવાના પાણી તથા ઘાસચારાની મુશ્કેલી ન પડે તે માટે તંત્રને જરૂરી આદેશો અપાશે.