ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય અજાણ્યા ચહેરા
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય અજાણ્યા ચહેરા
Published on: 05th June, 2026

ગુજરાતની 11 રાજ્યસભા સીટોમાંથી 4 માટેની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાઓને તક આપી સૌને ચોંકાવ્યા છે. આ ચાર ઉમેદવારોમાંથી ત્રણનો RSS સાથે સીધો સંબંધ છે, જ્યારે એક પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. 50થી વધુ વયના નેતાઓને સંદેશ આપતો આ નિર્ણય, યુવા અને યુવા બ્રિગેડ પર ભાર મૂકે છે. નોંધનીય છે કે પાટીદાર સમાજનું પત્તું કપાયું છે, જ્યારે OBC અને બ્રહ્મ સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સોમનાથ બેઠક પર ખાસ ધ્યાન આપીને ભાજપે ભવિષ્યની રણનીતિ ઘડી છે.