કોંગ્રેસનો મમતાને પડકાર: ૨૮ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય ભૂલ હતી
કોંગ્રેસનો મમતાને પડકાર: ૨૮ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય ભૂલ હતી
Published on: 15th July, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડાં અને મુખ્યમંત્રી મમતા બેનરજીને કોંગ્રેસે એક મોટો પડકાર ફેંક્યો છે. આગામી ૨૧ જુલાઈના ‘શહીદ દિવસ’ કાર્યક્રમ માટે આમંત્રણ સાથે, બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભાંકર સરકારે મમતા બેનરજીને અપીલ કરી છે કે તેઓ ૨૮ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડવાના તેમના નિર્ણયને એક મોટી રાજકીય ભૂલ સ્વીકારે. જો તેઓ આ કાર્યક્રમમાં આવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય, તો તેમનું સ્વાગત છે, પરંતુ ઇતિહાસને તોડવો-મરોડવો ન જોઈએ. ૧૯૯૩ના ઐતિહાસિક આંદોલનની વિરાસત યુવા કોંગ્રેસ સાથે જોડાયેલી છે.