રોડ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના સંબંધીનું દુઃખદ મૃત્યુ
રોડ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના સંબંધીનું દુઃખદ મૃત્યુ
Published on: 12th June, 2026

ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં સંરક્ષણ મંત્રી Rajnath Singh ના સંબંધીનું મૃત્યુ થયું. શિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે લગભગ 11 વાગ્યે પૂરઝડપે આવતી બસે ટક્કર મારી. મૃતક પ્રશાંત સિંહ (29) ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી હતા. તેમના પિતા પ્રદીપ સિંહ, Rajnath Singh ના ભાઈ થાય છે. કારમાં બેસતી વખતે બસ દ્વારા ટક્કર મારતા ગંભીર ઈજા થવાથી તેમનું નિધન થયું. મૃતદેહને દિલ્હી એરલિફ્ટ કરાશે. પોલીસ બસ ડ્રાઇવરને શોધી રહી છે.