રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો
Published on: 09th September, 2026

રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. રાદડિયા જૂથના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે બે બેઠકો પર ભાજપ મેન્ડેટ ધરાવતા ઉમેદવારોએ જીત મેળવી. કુવાડવા બેઠક પર નીતિન ચોવટિયા જીત્યા, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી હાર્યા. માધાપર બેઠક પર વિજય સખિયા અને હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયા જીત્યા. ત્રંબા બેઠક પર ચિઠ્ઠી ઉછાળતાં નીતિન રૈયાણી જીત્યા, જ્યારે ખોખડદડ બેઠક પર ભાજપ મેન્ડેટ સાથે બાબુ નસીત વિજેતા બન્યા. આ પરિણામો સહકારી ક્ષેત્રમાં રાદડિયા જૂથની મજબૂત પકડ દર્શાવે છે.