શંકરસિંહ વાઘેલા: "હું માફી નહીં માંગુ, હું સામાન્ય નેતા નથી"
શંકરસિંહ વાઘેલા: "હું માફી નહીં માંગુ, હું સામાન્ય નેતા નથી"
Published on: 04th October, 2026

નર્મદા જિલ્લામાં 'મેલું ઉપાડવા' અંગેના નિવેદન બાદ થયેલા વિરોધ સામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આકરો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ તેમના નિવેદન બદલ માફી માંગશે નહીં, કારણ કે તેઓ કોઈ નિવેદન ફેરવી તોળતા નથી. વાઘેલાએ જણાવ્યું કે આ નિવેદન ભાજપના અનામત વિરોધી લોકો માટે હતું, અને જેઓ વર્ષોથી મેલું ઉપાડતા આવ્યા છે તેમનું વળતર અનામત છે. તેમણે સવર્ણ સમાજને ચેતવ્યા કે તેઓ સામાન્ય નેતા નથી અને તેમની સામે ટિપ્પણી કરતાં પહેલાં વિચારવું જોઈએ. આ નિવેદન બાદ સવર્ણ સમાજમાં રોષ ફેલાયો છે.