જામનગર નજીક નાઘેડીમાં આવેલા લહેર તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર નજીક નાઘેડીમાં આવેલા લહેર તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
Published on: 04th October, 2026

Jamnagar: જામનગર શહેર નજીક નાઘેડી અને ગોરધનપરના પાટિયા પાસે આવેલા લહેર તળાવમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની જાણ 112 મારફતે ઇન્દિરા ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. કોલ મળતાં જ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પી.આઈ. જાડેજા ને સોંપવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હાલ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.