અમદાવાદ મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં બંધ કરાયેલું રેલવે ક્રોસિંગ ફરી ખુલ્યું
અમદાવાદ મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં બંધ કરાયેલું રેલવે ક્રોસિંગ ફરી ખુલ્યું
Published on: 04th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા ઓવરબ્રિજ નિર્માણ બાદ નીચે આવેલા રેલવે ફાટકને બંધ કરાતા ટ્રાફિકની સ્થિતિ વણસી હતી. લોકોના સતત વિરોધ અને રજૂઆતો બાદ, તંત્રએ પોતાની ભૂલ સુધારીને આ રેલવે ક્રોસિંગ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે. અગાઉ, ઓવરબ્રિજની ડિઝાઈન અને તંત્રના અણઘડ વહીવટને કારણે ટ્રાફિકની સમસ્યા સુધરવાને બદલે વધુ વણસી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ આ રેલવે ક્રોસિંગ ફરી શરૂ કરાયું છે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની આશા છે.