દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ સમયે 2 બાળકો નદીમાં પડ્યા
દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ સમયે 2 બાળકો નદીમાં પડ્યા
Published on: 04th October, 2026

વાપીના દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. પરિવારના બે બાળકો અચાનક નદીમાં પડી ગયા હતા. સદ્ભાગ્યે, એક બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો, પરંતુ 10 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી. રવિવારે સવારથી જ શોધખોળ કાર્ય પુનઃ શરૂ કરાયું છે, પરંતુ કલાકોની જહેમત બાદ પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે.