ગુજરાતમાં 68 લાખ મતદારોના નામ પર 'SIR'ની કાતર
ગુજરાતમાં 68 લાખ મતદારોના નામ પર 'SIR'ની કાતર
Published on: 04th October, 2026

ગુજરાતમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન 68 લાખથી વધુ મતદારોના નામ રદ થતાં ભારે વિવાદ સર્જાયો છે. મતદારોની જાણ બહાર નામ રદ થવાના કિસ્સા સામે આવ્યા બાદ રાજકીય વિરોધ વધતાં ચૂંટણી પંચે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. હવે, રદ થયેલાં નામો ફરી દાખલ કરવા અને નવા મતદારોને સામેલ કરવા માટે ‘મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ યોજાશે. આ માટે 11મી, 18મી, 25મી ઓક્ટોબર અને પહેલી નવેમ્બરના રોજ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે, જ્યાં બીએલઓ અને અધિકારીઓ હાજર રહી દાવા-વાંધાની અરજીઓ સ્વીકારશે.