AIADMKમાં ભંગાણના એંધાણ, 27 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ.
AIADMKમાં ભંગાણના એંધાણ, 27 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ.
Published on: 07th May, 2026

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર રચવા અંગેનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK બહુમતી સાબિત કરવા મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ AIADMK એ તેના તમામ 47 ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં શિફ્ટ કરી દીધા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, વિરોધી છાવણી દ્વારા AIADMK ના ધારાસભ્યોને તોડવાના આક્રમક પ્રયાસો થઈ રહ્યા છે. પક્ષમાં ભંગાણ ન પડે તે હેતુથી તમામ ધારાસભ્યોને કડક સુરક્ષા વચ્ચે પુડુચેરી ખસેડાયા છે. અહીં પણ તેઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.