ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ
Published on: 09th September, 2026

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. ચૂંટણી નજીક હોવાથી શાસક પક્ષ અને વિપક્ષ બંને આક્રમક રીતે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. રાજ્યમાં વરસાદની અછત, મોંઘવારી, કાયદો-વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને પ્રશ્નો પૂછશે. સરકાર પણ પોતાની સિદ્ધિઓ અને નવા બિલ રજૂ કરીને વળતો જવાબ આપશે. આ સત્રમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026 અને ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2026 જેવા કુલ 9 મહત્વના બિલ પર ચર્ચા થશે, જે શહેરી અને ગ્રામીણ જમીન માલિકોના હિતો સાથે જોડાયેલા છે.