વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો
વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો
Published on: 16th June, 2026

ઐતિહાસિક નગરી વડનગરના પ્રાચીન મંદિરમાં પ્રોપર્ટી અને વહીવટને લઈને ચાલી રહેલા લાંબા વિવાદ બાદ, કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા તથા મંદિરની સંપત્તિની જાળવણી માટે મોટો નિર્ણય લેવાયો છે. ટ્રસ્ટમાં માન્ય ટ્રસ્ટી મંડળના અભાવે, નાયબ ચેરિટી કમિશનરને સરકારી વહીવટદાર તરીકે નિયુક્ત કરાયા છે. દિવસભર હાઈડ્રામા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે, મોડી રાત્રે બે ટ્રસ્ટીઓ હાજર થયા અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, રાત્રે ૧૨ વાગ્યે સરકારી વહીવટદારે મંદિરનો સંપૂર્ણ ચાર્જ સંભાળી લીધો છે.