બોટાદમાં જૈન સમાજનો વરઘોડો નીકળ્યો
બોટાદમાં જૈન સમાજનો વરઘોડો નીકળ્યો
Published on: 16th September, 2026

પર્યુષણ મહાપર્વ પૂર્ણ થયા પછી, શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા.સંઘના પાવન સાનિધ્યમાં શ્રી ચારિત્રસેન વિજયજી મ.સાહેબની ઉપસ્થિતિમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 16 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરના સમયે આ શોભાયાત્રા અંબાજી ચોક જૈન દેરાસર ખાતેથી શરૂ થઈ હતી. તે ટાવર રોડ, છત્રીવાળો સાચો પરા દેરાસર અને પોલીસ સ્ટેશન થઈને પરત ફરી હતી. આ શોભાયાત્રામાં જૈન સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.