ધોળકાના વારણા ગામે 50 વર્ષની તપસ્યા બાદ ભવ્ય ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર બન્યું
ધોળકાના વારણા ગામે 50 વર્ષની તપસ્યા બાદ ભવ્ય ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર બન્યું
Published on: 07th September, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા (લક્ષ્મીપુરા) ગામના એક શિવભક્ત મેરુભાઈ મકવાણાની 50 વર્ષની કઠોર તપસ્યા અને દૃઢ સંકલ્પ બાદ ભવ્ય ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આકાર પામ્યું છે. મેરુભાઈએ 50 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરી માત્ર ફરાળ ગ્રહણ કરવાનો અને વાળ-દાઢી ન કપાવવાનો સંકલ્પ લીધો હતો. સ્નેહી રણછોડલાલ ઠક્કરે દેવદૂત બનીને મંદિર નિર્માણમાં મદદ કરી. એપ્રિલ 2022માં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. મંદિર બન્યા બાદ મેરુભાઈને હરિદ્વાર લઈ જઈ તેમની 50 વર્ષ જૂની જટાઓનું વિસર્જન કરાયું. મંદિરે દરરોજ સાંજે 7 વાગ્યે મોર આવી બિરાજે છે, જે આરતી શરૂ થવાનો સંકેત આપે છે.