ધ્રાંગધ્રા મંદિર વિવાદમાં હિન્દુ સંગઠનો મેદાનમાં.
ધ્રાંગધ્રા મંદિર વિવાદમાં હિન્દુ સંગઠનો મેદાનમાં.
Published on: 06th May, 2026

ધ્રાંગધ્રાના ભલા હનુમાન મંદિરમાં ટ્રસ્ટ બનાવી, સતપંથી પ્રમુખે સનાતનધર્મના વિરૂધ્ધના ફોટા-ધજા લગાવી વિવાદ સર્જ્યો છે. હિન્દુ સંગઠનોના યુવાનોએ પ્રમુખે મનમાની કરી ટ્રસ્ટ બનાવ્યાના આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. મંદિરના મહંતના નિધન બાદ ટ્રસ્ટના પ્રમુખે ફેરફાર કર્યા, સફેદ ધજા અને સનાતનધર્મમાં ન હોય તેવા ફોટા લગાવી મંદિરનો કબ્જો લઇ લીધો હોવાનું જણાય છે. સ્થાપક પરિવારનો સમાવેશ ન કરી પત્નીને ટ્રસ્ટમાં સમાવી લીધાનો આક્ષેપ છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળ તપાસ શરૂ કરી છે.