અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 15.85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા માતાજીના દર્શન
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 15.85 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા માતાજીના દર્શન
Published on: 23rd September, 2026

બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળાના પ્રથમ 3 દિવસમાં કુલ 15.85 લાખ માઈભક્તોએ અંબાજીના દર્શન કર્યા છે. એક જ દિવસમાં 705 ધજારોહણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન કુલ 1,515 ધજાઓ ચડાવાઈ છે. મોહનથાળ પ્રસાદીના 13.08 લાખ પેકેટ અને ચીકીના 16,000 પેકેટનું વિતરણ થયું. ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રને રૂ. 88.56 લાખની આવક થઈ. તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેમાં 30,000 શ્રદ્ધાળુઓએ ઉડનખટોલાનો ઉપયોગ કર્યો. 86,810 શ્રદ્ધાળુઓને તબીબી સારવાર મળી અને 61,075 ગુમ થયેલા બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યા.