જામનગર વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના સ્મરણાર્થે ભાગવત કથા.
જામનગર વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના સ્મરણાર્થે ભાગવત કથા.
Published on: 22nd May, 2026

જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોની શાંતિ માટે પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત કથાનું આયોજન. તા. 17/5/26 થી 23/5/26 દરમિયાન શાસ્ત્રી કે.આર. ભટ્ટ (ફિશન મહારાજ) કથા કહેશે. કપિલ, રામ, કૃષ્ણ જન્મ, રુક્ષ્મણી વિવાહ સહિત ધાર્મિક પ્રસંગોની ઉજવણી. 1968 થી કાર્યરત વૃદ્ધાશ્રમમાં 114 વડીલો નિઃશુલ્ક રહે છે. 'સ્પર્શ બાયોટેક' દ્વારા 'સિનિયર કેર સેન્ટર' પણ ઉપલબ્ધ. ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ.