ત્રણ વર્ષ બાદ 'પદ્મિની એકાદશી': પુરુષોત્તમ માસની અગિયારસનું મહત્ત્વ અને વૈકુંઠધામ પ્રાપ્તિ માટે પૂજા-વિધિ
ત્રણ વર્ષ બાદ 'પદ્મિની એકાદશી': પુરુષોત્તમ માસની અગિયારસનું મહત્ત્વ અને વૈકુંઠધામ પ્રાપ્તિ માટે પૂજા-વિધિ
Published on: 26th May, 2026

હાલમાં ચાલી રહેલા પુરુષોત્તમ માસમાં આવતી સુદ પક્ષની 'પદ્મિની એકાદશી' ત્રણ વર્ષમાં એકવાર આવે છે, જેને 'કમલા એકાદશી' પણ કહે છે. શાસ્ત્રોમાં આ વ્રતને સૌથી મોટું અને મહત્ત્વનું ગણાવ્યું છે. બ્રહ્માંડ પુરાણ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી, નિયમોનું પાલન કરવાથી અને ત્યાગ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભક્તિપૂર્વક વ્રત કરનારને વૈકુંઠમાં સ્થાન મળે છે. તપ અને યજ્ઞનું ફળ મળે છે. પદ્મિની એકાદશીની પૂજા વિધિમાં સવારે સ્નાન કરી, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તેમને અભિષેક કરી, નૈવેદ્ય ધરાવી, આરતી કરવી અને તુલસીજીની પૂજા કરવી. જરૂરિયાતમંદોને દાન કરવું અને ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો.