પંચમહાલના શહેરા મરડેશ્વર મહાદેવ મંદિરનો હેન્ડપંપ ખરાબ.
પંચમહાલના શહેરા મરડેશ્વર મહાદેવ મંદિરનો હેન્ડપંપ ખરાબ.
Published on: 04th May, 2026

પંચમહાલના શહેરાના પાલીખંડા સ્થિત પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિરે આવતા શિવભક્તોની એક પરંપરા રહી છે કે તેઓ મંદિર ખાતે આવેલા હેન્ડપંપમાંથી તાજુ અને શુદ્ધ જળ ભરીને શિવલિંગ પર જળાભિષેક કરે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ હેન્ડપંપમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ભક્તોની આ ભક્તિમય દિનચર્યામાં વિઘ્ન આવી રહ્યું છે.