અમદાવાદમાં 149મી રથયાત્રા: વિધિવત પૂજન બાદ ખલાસીઓ રથ લાવશે
અમદાવાદમાં 149મી રથયાત્રા: વિધિવત પૂજન બાદ ખલાસીઓ રથ લાવશે
Published on: 15th July, 2026

અમદાવાદમાં 16મી જુલાઈના રોજ યોજાનારી 149મી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આજે 15મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના ત્રણેય પવિત્ર રથોનું વિધિવત પૂજન કરવામાં આવશે. ત્યારબાદ 200થી વધુ ખલાસીઓ દ્વારા રથોને ઉત્સાહભેર ખેંચીને મંદિર પરિસરમાં લાવવામાં આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુનિયોજિત રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.