સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટ
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટ
Published on: 29th April, 2026

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી. બંધારણની કલમ-25 અને 26 પણ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી જ વિકસિત થઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર વર્તમાનને સમજવા માટે ભૂતકાળની અવગણના કરી શકાય નહીં.