પાટણના સબોસણ ગામમાં 96 વર્ષ જૂની અણુજાની પરંપરા
પાટણના સબોસણ ગામમાં 96 વર્ષ જૂની અણુજાની પરંપરા
Published on: 09th September, 2026

પાટણ તાલુકાના સબોસણ ગામે છેલ્લા 96 વર્ષથી અણુજાનીની અદ્ભુત પરંપરા જળવાઈ રહી છે, જેમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે અબોલ પશુઓને કોઈપણ શ્રમ કે કામથી મુક્ત રાખી સંપૂર્ણ આરામ આપવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત 96 વર્ષ પૂર્વે છગનદાસ પંચાલે કરી હતી. આજના આધુનિક યુગમાં પણ પંચાલ પરિવારે આ વારસાને જીવંત રાખ્યો છે. ખેતીમાં અથાક મહેનત કરતા બળદોના યોગદાનને બિરદાવવા આ દિવસે તેમને કામમાં જોડવામાં આવતા નથી. ગામના શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિ, સામૂહિક હવન અને ધજા આરોહણનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.