વડોદરાની વાઘોડિયા નગરપાલિકા દ્વારા વાઘનાથ મહાદેવના મંદિર પાસે સ્વચ્છતા અભિયાન
વડોદરાની વાઘોડિયા નગરપાલિકા દ્વારા વાઘનાથ મહાદેવના મંદિર પાસે સ્વચ્છતા અભિયાન
Published on: 02nd October, 2026

વાઘોડિયા નગર પાલિકા દ્વારા વાઘનાથ મહાદેવના મંદિર પાસે ગુરુવારે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ગાંધીનગરના અંડર સેક્રેટરી સતિષ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી તથા ચીફ્ ઓફ્સિર નિકુંજ રાઠવા તેમજ ઉપપ્રમુખ સંદીપ ડોડીયા કારોબારી અધ્યક્ષ કૃણાલ મહેતા તથા નગર પાલિકા સભ્યો તેમજ નગરજનો અભિયાનમાં જોડાયા હતા. જે પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ આપણી સૌની જવાબદારી છે.