વિજ્ઞાન માનવને અમર બનાવશે?
વિજ્ઞાન માનવને અમર બનાવશે?
Published on: 05th May, 2026

અમરત્વની માનવીય ઝંખના ઇતિહાસ જેટલી જૂની છે. રશિયામાં થયેલા સંશોધનો માનવીને 200 વર્ષ જીવવાની આશા આપે છે. આ ટેકનોલોજી 'એજિંગ'ને રોગ ગણી 'ટેલોમિયર્સ'ને લાંબા કરી 'જિન થેરાપી' દ્વારા યુવાન બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, આ માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પણ જીવનનો અર્થ, નૈતિકતા અને આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, અમરત્વ આત્માનો સ્વભાવ છે, શરીરનો નહીં. લાંબા આયુષ્ય કરતાં જીવનની ગુણવત્તા મહત્વની છે.