લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી
Published on: 20th May, 2026

- નાગપુરના બે વિદ્યાર્થીઓના ઘરેથી મોબાઈલ, ઉપકરણો જપ્તમુંબઈ : સીબીઆઈએે નીટ પેપર લીક કેસની તપાસના સંદર્ભમાં નાગપુરમાં બે વિદ્યાર્થીઓના ઘરોમાં દરોડા પાડયા   હતાં. તપાસ એજન્સીએ ફોરેન્સિક તપાસ માટે મોબાઇલ ફોન, લેપટોપ, હસ્તલિખિત નોંધો અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.બંને વિદ્યાર્થીઓ આ વર્ષે નીટ પરીક્ષામાં બેઠા હતા અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સ દ્વારા તૈયારી કરી રહેલા રિપીટર હતા.સીબીઆઈને શંકા છે કે તેમને પુણેના  નેટવર્ક દ્વારા લીક થયેલા પ્રશ્નપત્રો મળ્યા હતા.