નોર્વે સરકારની ડિજિટલ સેવાઓ પર રશિયા તરફી હેકરોનો મોટો સાયબર હુમલો
નોર્વે સરકારની ડિજિટલ સેવાઓ પર રશિયા તરફી હેકરોનો મોટો સાયબર હુમલો
Published on: 27th August, 2026

નોર્વેમાં રશિયા તરફી હેકર જૂથે દેશની ડિજિટલ સેવાઓ પર ત્રણ દિવસીય મોટો સાયબર હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલામાં ડિજિટલાઈઝેશન એજન્સીને ટાર્ગેટ કરાઈ હતી. 'Server Killers' તરીકે ઓળખાતા હેકરોએ યુક્રેન સાથે નોર્વેના સુરક્ષા સહયોગ રિન્યુ કરવાના વિરોધમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું. આ ઘટના યુરોપીયન દેશોમાં રશિયા સાથે સંકળાયેલ સાયબર ગતિવિધિઓ અંગે વધેલી ચિંતાઓ વચ્ચે બની છે. તેનો ઉદ્દેશ્ય યુક્રેન માટે ટેકો નબળો પાડવાનો અને ભય ફેલાવવાનો છે.