ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે
ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે
Published on: 01st July, 2026

ICCની નવી T20 રેન્કિંગમાં ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પ્રથમ વખત વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન બન્યા છે. તેમણે અભિષેક શર્માને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. T20 વર્લ્ડ કપ અને આયરલેન્ડ સામેની શ્રેષ્ઠ બેટિંગના કારણે તેમને આ સ્થાન મળ્યું છે. ઈશાન હવે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બાદ નંબર-1 બનનાર ચોથા ભારતીય બેટ્સમેન બન્યા છે. ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી વિશ્વના નંબર-1 બોલર બન્યા છે.