ગંભીરના મતે વર્લ્ડ કપમાં શુભમન ગિલ, પંડ્યા અને બુમરાહ હશે ટીમ ઈન્ડિયાના મુખ્ય આધારસ્તંભ
ગંભીરના મતે વર્લ્ડ કપમાં શુભમન ગિલ, પંડ્યા અને બુમરાહ હશે ટીમ ઈન્ડિયાના મુખ્ય આધારસ્તંભ
Published on: 23rd September, 2026

ODI World Cup 2027 ને ધ્યાનમાં રાખીને, હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે શુભમન ગિલ નસીબદાર છે કે તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓનું માર્ગદર્શન મળી રહ્યું છે. ગંભીરે સ્પષ્ટ કર્યું કે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ 2027 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય આધારસ્તંભ હશે. હાર્દિક જેવો ઓલરાઉન્ડર અને બુમરાહ જેવો બોલર દુર્લભ છે. ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલા પૂરતો ગેમ-ટાઇમ અને મેચ પ્રેક્ટિસ મળે તે અત્યંત જરૂરી છે.