વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યુ કરશે?
વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યુ કરશે?
Published on: 01st July, 2026

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ પહેલાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો નેટ્સમાં સિક્સરો ફટકારતો વીડિયો વાયરલ થયો છે. આયર્લેન્ડ સામે તક ન મળ્યા બાદ હવે ખરાબ ફોર્મમાં રહેલા ભારતીય ઓપનર્સને કારણે તેના ડેબ્યૂની શક્યતા વધી છે. IPL 2026માં ઓરેન્જ કેપ જીતનાર અને અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવને તક મળે તો તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બની સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.