શેરબજાર, સોના-ચાંદીમાં ભારે ઘટાડો, ક્રૂડમાં ઉછાળો અને રૂપિયો નબળો
શેરબજાર, સોના-ચાંદીમાં ભારે ઘટાડો, ક્રૂડમાં ઉછાળો અને રૂપિયો નબળો
Published on: 08th June, 2026

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લેબેનોનને લઈને વધેલા તણાવ બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જેની સીધી અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. ભારતમાં, સેન્સેક્સ 925 પોઈન્ટ જેટલો ગગડીને 73471.78 પર અને નિફ્ટી 296 પોઈન્ટ ઘટીને 23070 પર આવી ગયો હતો. સોનાના ભાવમાં 1998 રૂપિયા અને ચાંદીમાં 6547 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 3.31 ડોલર વધીને 96.40 ડોલર થયું, જ્યારે રૂપિયામાં 29 પૈસાનો ઘટાડો થયો.