ક્વાંટ પંથકમાં વહેલી સવારે હવામાનમાં પલટો
ક્વાંટ પંથકમાં વહેલી સવારે હવામાનમાં પલટો
Published on: 30th May, 2026

છેલ્લાં કેટલાક દિવસોથી કાળઝાળ અને અસહ્ય ગરમીથી ત્રસ્ત કવાંટવાસીઓને આજે વહેલી સવારે મોટી રાહત મળી હતી. કવાંટ પંથકના હવામાનમાં અચાનક એકાએક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળાડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જેને પગલે આગામી સમયમાં વરસાદ પડવાની ગંભીર સંભાવના દેખાય છે. વાદળછાયા વાતાવરણની સાથે જ પંથકમાં ઠંડા પવનની લહેર ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. બફરા અને અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકો માટે હવામાનનો આ પલટો આશીર્વાદ સમાન સાબિત થયો હતો.