ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Published on: 09th September, 2026

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 12 અને 13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે.