ગુજરાતમાં આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે.
ગુજરાતમાં આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે.
Published on: 30th May, 2026

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકોને મોટી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, જેના કારણે લૂની અસર ઓછી થશે. હાલમાં અમદાવાદ અને ભાવનગર સૌથી ગરમ શહેરો તરીકે નોંધાયા છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. 30 મેથી 4 જૂન સુધી રાજ્યભરમાં ગાજવીજ, 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.