ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Published on: 09th September, 2026

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ, તીવ્ર પવન અને ભારે વરસાદની શક્યતા રહેલી છે, જેના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.