ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Published on: 11th August, 2026

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક અન્ય જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.