ગુજરાતમાં આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી
Published on: 11th August, 2026

રાજ્યમાં વરસાદની ચાર મજબૂત સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30-40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે ૩ જિલ્લામાં ઓરેન્જ અને ૨૩ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મહીસાગરના ગોધરામાં પોણા બે ઇંચ, લુણાવાડા, વીરપુર અને કડાણામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ સરેરાશ વરસાદ 24 ઇંચ થયો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.